સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદે લીધો એક બાળક સહિત 3 વ્યક્તિઓના જીવ - surat weather update

By ETV Bharat Gujarati Team

Published : Jul 26, 2024, 3:09 PM IST

thumbnail
સુરતમાં વરસાદને પગલે ત્રણ વ્યક્તિના મોત (ETV Bharat Gujarta)

સુરત: રાજ્યમાં અનરાધાર વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ખાડીપૂરમાં અને વરસાદી પાણીમાં બે દિવસમાં એક બાળક સહિત 3 વ્યક્તિઓ ડૂબી ગયા હતાં. જેમાં સચિનના કનસાડમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભરાયેલા પાણીમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પરવટ ગામ નજીક ખાડીમાં આવેલા પૂરના પાણીમાં બુધવારે અને ગુરૂવારે ડૂબી ગયેલા બે યુવકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સચિનના કનસાડ રોડ પર ગોકુલધામ સોસાયટીમાં રહેતા સત્યેન્દ્ર વિર ડ્રાઈવર છે. તેમનો 13 વર્ષીય પુત્ર અનમોલ ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. બુધવારે અનમોલ ઘર નજીક રહેતા અન્ય બે મિત્રો સાથે ઘર પાસે ભવાની માતાના મંદિર નજીક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભરાયેલા વરસાદી પાણીમાં નહાવા માટે ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.