સુરત પોલીસની ખાસ ઝુંબેશની અસર જોરદાર, ઈ-મેમો અને ચલણ ભરવા લાંબી કતાર લાગી - Surat Traffic Campaign - SURAT TRAFFIC CAMPAIGN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 7:48 PM IST

સુરત : નાગરિક ટ્રાફિક નિયમોનું પાલન કરે અને અકસ્માત દર ઓછો થાય તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત નિયમભંગ કરતા વાહન ચાલકોને જરૂરી દંડ કરવામાં આવી હતી. જે અંતર્ગત છેલ્લા બે સપ્તાહમાં જ 1.02 લાખ નોટિસ ઇશ્યુ થઈ છે. ટ્રાફિક વિભાગમાંથી કોર્ટમાં રોજ 5 હજાર ઈ-ચલણ આવી રહ્યા છે. હવે લોકો પણ પોતાના પેન્ડિંગ રહેલા ઈ-મેમો અથવા તો ચલણ ભરવા આવી રહ્યા છે. જેના પગલે કોર્ટમાં અથવા તો ઈ-ચલણ કેન્દ્ર પર લાંબી કતાર લાગી છે. સુરત ટ્રાફિક પોલીસ નિયમ ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો, ઉપરાંત વધુ વખત નિયમ ભંગ કરનાર વાહન ચાલકોના લાઇસન્સ પણ રદ કરવા સુધીની કાર્યવાહી કરી રહી છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.