મોહરમના તહેવારને લઇ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બેઠક યોજાઈ - surat Police held a meeting - SURAT POLICE HELD A MEETING
🎬 Watch Now: Feature Video
Published : Jul 16, 2024, 7:19 PM IST
સુરત: આગામી દિવસોમાં આવી રહેલ મોહરમના તહેવારને લઇ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં મહોરમનો તહેવાર યોજાય તે માટે બેઠક યોજી હતી. સુરતના ઉમરા પોલીસ હોલમાં બેઠક યોજાઈ હતી. આયોજિત આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા. તહેવાર શાંતિ પુર્ણ રીતે ઉજવાય તે અર્થે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાયું હતું. આયોજિત બેઠકમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત પણ હાજર રહ્યા હતા. સુરતમાં કુલ 220 જેટલા તાજિયા નીકળશે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમજ તાજિયા જ્યાંથી નિકળે છે તે માર્ગ પર વાહન વ્યવહારના રૂટ બદલવામાં આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. કેટલાક અસામાજિક તત્વો રાઉન્ડ અપ કરાયા છે. આયોજિત આ પોલીસ કમિશનરની અપીલ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.