સુરત જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં પડેલ વરસાદની વિગતો, પલસાણા તાલુકામાં સિઝનનો 23.06 ટકા તથા ઓલપાડમાં 31.04 ટકા વરસાદ નોંધાયો - Surat News
🎬 Watch Now: Feature Video
Published : Jul 1, 2024, 10:13 PM IST
સુરતઃ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની વિગતો જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં 2262 મી.મી., ઓલપાડમાં 1009 મી.મી., કામરેજ તાલુકામાં 1329 મી.મી., ચોર્યાસી તાલુકામાં 1341 મી.મી., પલસાણા તાલુકામાં 1487, બારડોલીમાં 1416 મી.મી., મહુવામાં 1527 મી.મી., માંગરોળમાં 1721, માંડવીમાં 1287 મી.મી., સુરત સીટીમાં 1419 મી.મી. વરસાદ નોંધાયો છે.
જયારે આ વર્ષે તા. 30મી જૂન 2024ના રોજની સ્થિતિએ છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદની સરેરાશ ટકાવારીએ જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં 203 મી.મી. સાથે સિઝનનો 8.97 ટકા વરસાદ, ઓલપાડમાં 317 મી.મી. સાથે 31.40 ટકા, કામરેજમાં 254 મી.મી. સાથે 19.11 ટકા, ચોર્યાસી તાલુકામાં 121 મી.મી. સાથે 9.02 ટકા, પલસાણામાં 343 મી.મી. સાથે 23.06 ટકા, બારડોલીમાં 276 મી.મી. સાથે 19.49 ટકા, મહુવામાં 228 મી.મી. સાથે 14.93 ટકા, માંગરોળમાં 223 મી.મી. સાથે 12.95 ટકા, માંડવીમાં 128 મી.મી. સાથે 9.94 ટકા જયારે સુરત સિટીમાં 262 મી.મી. સાથે 18.46 ટકા વરસાદ નોંધાયો હતો.