ડુમસમાંથી પોલીસે 500 અને 1000ની રદ થયેલ કુલ 75 લાખની નોટો સાથે 4ને ઝડપ્યા - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 29, 2024, 7:54 PM IST
સુરતઃ ડુમસ વિસ્તારમાંથી પોલીસે 500 અને 1000ના દરની જૂની રદ થયેલી કુલ 75 લાખની નોટો સાથે 4 જમીન દલાલોને ઝડપી પાડ્યા છે. આ તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ નોટો અગાઉ બદલી શક્યા ન હોવાથી ઘરમાં પડી રહી હોવાનું હાલ જાણવા મળે છે. ડુમસના ભીમપોર ગામમાંથી પોલીસે રદ થયેલી 500 અને 1000 ના દરની જૂની ચલણી 75 લાખની નોટો સાથે 4 ઈસમોને ઝડપી લીધા છે. સુરત એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે, ડુમસ પોલીસને માહિતી મળી હતી કે, ભીમપોર ગામમાં આવેલ એક મકાનમાં કેટલાક ઈસમો દ્વારા ચલણમાંથી રદ કરાયેલી 500 અને 1000ના દરની નોટો મોટા પ્રમાણમાં સંગ્રહ કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે અહીં છાપો મારી ચલણમાંથી રદ થયેલી 500 ના દરની 14000 અને 1000 ના દરની 500 જેટલી નોટો સાથે 4 લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાં નરેશ રણછોડ પટેલ, વિનીત રજનીકાંત દેસાઈ, મોહમ્મદ સાદિક મોહમ્મદ સફી શેખ અને મનીષ રાજપૂત ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા તમામ લોકો જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા છે. જ્યાં પ્રાથમિક પૂછપરછ કરતા આ નોટો અગાઉ બદલી ન શકવાના કારણે અહીં સંગ્રહ કરી રાખવામાં આવી હતી. જે અંગેની વધુ તપાસ ડુમસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.