માંગરોળના ધામદોડમાં ખોડિયાર મંદિરમાં દીપડાએ મરઘાનો કર્યો શિકાર, સીસીટીવી ફૂટેજ થયા વાયરલ - Surat Mangrol - SURAT MANGROL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Mar 31, 2024, 9:12 PM IST

સુરતઃ બારડોલી અને માંગરોળના ગામોમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. જેથી ગ્રામ્યજનો અને ખેડૂતો ભયમાં જીવી રહ્યા છે. બારડોલીના પણદા ગામની સીમમાં આવેલ ચુડેલ માતાના મંદિર નજીક એક દીપડો દેખાયો હતો. આ માર્ગ પરથી જતા સ્થાનિકે દીપડાને જોયો હતો. તેણે એનિમલ વેલ્ફેર ટ્રસ્ટને જાણ કરી હતી. ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતા દીપડો અન્ય સ્થળે બેઠેલો નજરે પડયો હતો. દીપડાની વાત વાયુવેગે પ્રસરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. માંગરોળના ધામદોડ ગામની સીમમાં આવેલ ખોડીયાર માતાના મંદિરમાં દીપડાએ મરઘાનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. શિકાર કરવા આવેલ દીપડો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે. મંદિરના પટાંગણમાં રહેલ મરઘાંઓનો શિકાર કર્યો હતો. સવારે મંદિરના પૂજારી આવતા દીપડો આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. ખોડીયાર માતાના મંદિરના પૂજારી પંકજભાઈએ જણાવ્યું હતું કે મોડી રાત્રે દીપડો આવ્યો હોવાનું સીસીટીવી કેમેરા ચેક કરતા માલુમ પડ્યું હતું. દીપડા દ્વારા અન્ય કોઈને નુકસાન પહોચાડવામાં આવ્યું નથી. દીપડાની વધી ગયેલ અવરજવરથી સ્થાનિકોમાં ડર જોવા મળી રહ્યો છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.