'હવે આ રીતે ભણીશું', જાણો શા માટે ફુટપાથ પર શિક્ષણ મેળવવા મજબુર થયા કોલેજના વિદ્યાર્થી - vivekananda collage of ahmedabad - VIVEKANANDA COLLAGE OF AHMEDABAD
🎬 Watch Now: Feature Video
Published : Jul 14, 2024, 1:26 PM IST
અમદાવાદ: અમદાવાદની રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓ રસ્તાના ફૂટપાથ પર શિક્ષણ મેળવી રહ્યા છે. એસ્ટેટ વિભાગે બે મહિના અગાઉ કોલેજને સીલ કરી હતી. કોલેજને સીલ લાગતા પ્રશાસન ડોક્યુમેન્ટ જમા કરાવવા તૈયાર થયા છે. બે મહિના અગાઉ કોલેજમાં લાગેલ સીલ આજ દિન સુધી ખોલવામાં આવ્યું નથી. આ સીલ ના ખોલીને એસ્ટેટ વિભાગ ચાર બજાર બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ સીલ લાગતા લોકોએ આક્ષેપ કર્યો છે કે આર્થિક ફાયદા ન મળ્યા તેથી આ રમત રમવામાં આવી રહી છે. વિદ્યાર્થી ના સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ પણ કોલેજની અંદર છે. કોલેજમાં નવા એડમિશન પણ નથી થઈ રહ્યા. તેથી વાલીઓ પણ પરેશાન છે. છેવટે વિદ્યાર્થીઓને રસ્તા પણ શિક્ષણ આપી દેખાવો કરવામાં આવી રહ્યો છે.