Mahashivratri 2024: અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા - Mahashivratri 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 9, 2024, 1:02 PM IST
સાબરકાંઠા: શિવરાત્રી નિમિત્તે ઇડરની અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલા શિવાલયો હર હર મહાદેવ નાં નાદથી ગુંજી ઉઠ્યા હતા. ઈડરના ડુંગરની તળેટીમાં બિરાજમાન શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવ ભક્તોએ ભગવાન મહાદેવને રિઝવવા દૂધ પાણી બીલીપત્ર ભાંગ સહિત જળાભિષેક કરીને મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી શિવ મંદિરોમાં ભારે ભક્તોનું કારણે કાયદો વ્યવસ્થા જળવા રહે તે માટે પોલીસે શિવ મંદિરો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. જ્યારે ભગવાન મહાદેવના મંદિરે દર્શનાર્થે આવેલા ભક્તોએ ભાગ તેમજ અલ્પાહારનો પ્રસાદ લઇ હર હર મહાદેવના નાદ સાથે ભગવાન શિવના વિશેષ દર્શન કર્યા હતા. શિવરાત્રી નિમિત્તે ભગવાન શિવની વિશેષ પુજારસના સાથોસાથ ભજન કીર્તન સહિત લોક ડાયરા તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.