જામનગરમાં ખેડૂતોની સમસ્યા મામલે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા નાયબ ખેતી નિયામકને પાઠવ્યુ આવેદન - Petition by Gujarat Kisan Congress - PETITION BY GUJARAT KISAN CONGRESS
🎬 Watch Now: Feature Video
Published : May 31, 2024, 4:27 PM IST
જામનગર: ખેડૂતોની સમસ્યા મામલે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આજ રોજ અનધિકૃત બિયારણના ઉત્પાદન, વિતરણ પર પ્રતિબંધિ મુકવા બાબતે ચેરમેન પાલાભાઈ આંબલીયાની આગેવાનીમાં જામનગર જિલ્લા પંચાયત ખાતે નાયબ ખેતી નિયામકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં રાજ્ય સરકાર એડવાયઝરી જાહેર કરી બીલ વગરના કે અનધિકૃત બિયારણ ન ખરીદવા ખેડૂતોને સલાહ આપે છે.
રાજ્ય સરકારે એડવાઇઝરી જાહેર કરી: અનધિકૃત બિયારણ બનાવતા સિડ્સ એસોસિએશન જાહેર માધ્યમોમાં સ્વીકાર કરવા છતાં સરકાર મૌન છે. અનધિકૃત બિયારણના ઉત્પાદન વિતરણ પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા આજરોજ નાયબ ખેતી નિયામકને આવેદનત્ર પાઠવવામાં આવ્યું હતું.રાજ્ય સરકારે એડવાઇઝરી જાહેર કરી બિલ વગરના કે, અનધિકૃત બિયારણ ન ખરીદવા ખેડૂતોને સલાહ આપે છે.
પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેને આવેદન આપ્યું: બીજી બાજુ સિડસ એસોસિએશનના પ્રમુખ અને અમુક સિડસ ઉત્પાદક કંપનીઓના માલિક જાહેર માધ્યમો પર આવી સ્વિકારે છે કે, બિટી કોટનનું જે બિયારણ માર્કેટમાં છે તે નકલી નથી પણ અનધિકૃત છે. અનધિકૃત શબ્દ જ બતાવે છે કે, તે કાયદા વિરુધ્ધનું કૃત્ય છે. જ્યારે સિડસ એસોસિએનના પ્રમુખ પોતે જ કાયદા વિરુધ્ધનું કૃત્ય કરતાં હોવાનું સ્વિકારતા હોય અને તેની સામે કોઇ કાર્યવાહી ન કરવામાં આવે ત્યારે સરકારની નીતિ પર સવાલ ઉઠાવીને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલાભાઈ આંબલીયા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.