સુરત શહેરના રાંદેર PIની અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી... - Farewell to Surat PI - FAREWELL TO SURAT PI
🎬 Watch Now: Feature Video
Published : Jun 20, 2024, 8:06 PM IST
સુરત: શહેરના પોલીસ કમિશ્નર દ્વારા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 41 PIની એક સાથે આંતરિક બદલીઓ કરી દેવામાં આવી હતી. જેને લઇને સુરત શહેરના રાંદેર PIની અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી. રાંદેર પોલીસ મથકના PI અતુલ સોનારાની SOG માં બદલી કરાઈ હતી. તેઓ SOGનો ચાર્જ સંભાળે તે પહેલા રાંદેર પોલીસ સ્ટાફ અને સ્થાનિક લોકો, સામાજિક આગેવાનો દ્વારા તેમને ખાસ વિદાય આપવામાં આવી હતી. નોંધનીય છે કે, રાંદેર વિસ્તારમાં રહેતો ડાન્સર PI ની વિદાય સમયે તેમને ભેટીને રડી પડ્યો હતો.
PI ની વિદાયથી ભાવુક દ્રશ્યો સર્જાયા: નોંધનીય છે કે, પોલીસ સ્ટેશન ખાતે PI ની વિદાયથી ભારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઢોલ નગારા સાથે PIને પુષ્પ વર્ષા કરી વિદાય આપવામાં હતી. રાંદેર પોલીસ મથકના PI બન્યા બાદ સોનારાએ સ્થાનિક પ્રજામાં ખુબ જ માન સન્માન મેળવ્યું હતું. પોલીસ કામગીરી સાથે સામાજિક અને માનવતા ભર્યા અનેક કર્યો પણ કર્યા હતા. તેમણે અઢી વર્ષના સમય કાળ દરમિયાન ગુનેગારોમાં સિંઘમ અને સ્થાનિક લોકોમાં મસિહા જેવી છાપ ઉભી કરી હતી.