TRP અગ્નિકાંડમાં જીવ ગુમાવેલા લોકોના પરિજનોએ રાજકોટ બંધની અપીલ કરી, 25 જૂને બંધ પાળવા અપીલ - Appeal of Rajkot off - APPEAL OF RAJKOT OFF
🎬 Watch Now: Feature Video
Published : Jun 22, 2024, 1:06 PM IST
રાજકોટ: રાજકોટ TRP અગ્નિકાંડને એક મહિનો આગામી દિવસોમાં થઇ જશે ત્યારે મૃતકના પરિવારો સ્વંયભૂ દુકાનો બંધ રાખવા માટે અપીલ કરી હતી. મળતી માહિતી મુજબ રાજકોટમાં TRP અગ્નિકાંડ 27 લોકોની જિંદગી બુઝાઈ ગઈ હતી. આગામી તા. 25ના રોજ એક મહિનો થશે ત્યારે તે મૃતકોને યોગ્ય ન્યાય મળે અને જે પણ દોષિત હોય તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ આજે પીડિત પરિવારોએ ન્યાયની માગણી સાથે બહુમાળી ચોક ખાતે એકત્રિત થયા હતા અને જુદા જુદા બેનરો સાથે અપીલ કરી હતી કે, આગામી તા 25ના રોજ સ્વંયભૂ બંધ રહે તેવી અપીલ કરી હતી. આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી માંગ મૃતકોના પરિજનોએ કરી હતી અને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને યોગ્ય ન્યાયની માંગ મૃતકોના પરિજનોએ કરી હતી.