રાજકોટ ગ્રામ્ય પોલીસે મોબાઈલ ચોરને દબોચ્યો, કેશોદના શખ્સ પાસેથી 11 ચોરાઉ મોબાઈલ મળ્યા - Rajkot mobile thief
🎬 Watch Now: Feature Video
Published : Jun 25, 2024, 7:24 PM IST
રાજકોટ : છાસવારે મોબાઈલ ચોરી થવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ મોબાઈલ રિકવર કરવા અઘરો ટાસ્ક છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય LCB પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ગોમટા ચોકડી પાસેથી વિક્રમ ઉર્ફે ઇટલી મનુભાઈ મક્કા નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાયો હતો. કેશોદના આ શખ્સને અટકાવી તપાસ કરતા તેની પાસેથી ચોરી કરેલા 11 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ શખ્સની પૂછપરછ કરતા તેણે મોબાઈલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે, જામવાડી GIDC માંથી અલગ અલગ કારખાનાના બહાર સૂતેલા મજુરોના પાંચ મોબાઈલ, રીબડા ગુંદાસરા GIDC માંથી ત્રણ મોબાઈલ, ચરખડીના પાટીયા પાસે વાડીમાં તથા ગોમટા રેલવે સ્ટેશન પાસે વાડીમાં સુતેલા વ્યક્તિઓ પાસેથી મોબાઇલ ચોરી કર્યા હતા.