26 ટ્રકની લોન લઈ હપ્તા ન ભરનાર કુખ્યાત રજાક સોપારી પોલીસના હાથે ઝડપાયો - loss of crores to finance company - LOSS OF CRORES TO FINANCE COMPANY
🎬 Watch Now: Feature Video
Published : Sep 22, 2024, 9:29 AM IST
જામનગર: જિલ્લાના કુખ્યાત અપરાધી રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો દ્વારા જામનગરની ખાનગી ફાઈનાન્સ કંપની મારફતે લોન પર ટૂંકો મેળવ્યા પછી તેના હપ્તા નહીં ભરી ફાઈનાન્સ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. પોલીસે રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો સામે ગુનો નોંધ્યા પછી 15 શખ્સોની અટકાયત કરી લીધી છે. સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે આવા 26 જેટલા ટ્રકોની ખરીદી કરીને તેના હપ્તા નહીં ભરી ફાઈનાન્સ કંપનીને આશરે 13 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. તેમજ ટ્રકોને સીઝ કરવાની કાર્યવાહી કરતા સમયે રજાક સોપારી અને તેની ગેંગ દ્વારા ઉપરોક્ત ટ્રકો રજાક સોપારીના છે તેમ કહી ખાનગી ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને ધમકાવવામાં આવતા હતા અને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું.