ETV Bharat / state

31stની ઉજવણીને લઈને અમદાવાદમાં 9,000 પોલીસકર્મી ખડે પગે, સિંધુ ભવન પાસે પકડાયો મેફેડ્રોન ડ્રગ - NEW YEAR 2025

નવા વર્ષ 2025 ની શરૂઆત પહેલા 31 ડિસેમ્બરની રાત્રે શહેરીજનોએ મોડી રાત સુધી ઉજવણી કરી. આ દરમિયાન અમદાવાદ પોલીસનો 9,000 જવાનનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો.

અમદાવાદમાં 9,000 પોલીસકર્મી ખડે પગે
અમદાવાદમાં 9,000 પોલીસકર્મી ખડે પગે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2025, 8:32 AM IST

અમદાવાદ : નવા વર્ષ 2025ની શરૂઆત થઈ છે. જે પહેલા 31 ડિસેમ્બરની રાત્રે અમદાવાદના શહેરીજનોએ નવા વર્ષની ઉજવણી મોડી રાત સુધી કરી હતી. અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ ખડે પગે જોવા મળી હતી. મોડી રાત્રી દરમિયાન તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.

અમદાવાદ પોલીસ ખડેપગ : 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં SOG, ક્રાઈમ બ્રાન્ચ, શી ટીમ સહિત પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા શહેરમાં કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યુ.

31stની ઉજવણીને લઈને અમદાવાદમાં 9,000 પોલીસકર્મી ખડે પગે (ETV Bharat Gujarat)

મોબાઈલ ડ્રગ એનાલાઈઝર કીટ દ્વારા ચેકીંગ : અમદાવાદ પોલીસ અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોબાઈલ ડ્રગ એનાલાઈઝર કીટ દ્વારા આ ચેકીંગ કરી રહી હતી. આ કીટ દ્વારા જે તે વ્યક્તિની લાળનું સેમ્પલ લઈને તાત્કાલિક કયા ડ્રગનું અને કેટલા પ્રમાણમાં વ્યસન કર્યું છે તેની જાણ થાય છે.

31stની ઉજવણીને લઈને અમદાવાદમાં 9,000 પોલીસકર્મી ખડે પગે

અમદાવાદ પોલીસનો એક્શન મોડ : 31 ડિસેમ્બરની ઉજવણી લોકો શાંતિપૂર્ણ કરી શકે 2024 ને વિદાય અને 2025 ને શાંતિ અને સુરક્ષિત રીતે મનાવી શકે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તમામ લોકોના ગાડી, બેગ જેવી અન્ય વસ્તુઓ ચેક કરી બ્લેક વાળી ગાડીઓમાંથી ફિલ્મ હટાવી તથા મશીનમાં ફૂંક મરાવીને નશો કર્યો છે કે નહીં તેની ખાતરી પોલીસે કરી.

ક્યાં ક્યાં સ્થળોએ ડ્રાઇવ ચાલી ? રાત્રિના સમયે ધમધમતા અમદાવાદના વિસ્તારો જેવા કે એસ.જી. હાઇવે, સિંધુ ભવન રોડ, પકવાન સર્કલ સહિતના 20 થી વધુ વિસ્તારમાં મેગા ડ્રાઈવ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી. જેમાં શંકાસ્પદ દેખાતા ફોર વ્હીલર, ટુ વ્હીલર સહિતના વાહનો ઉભા રાખીને ગાડીનું ચેકીંગ કરવામાં આવી, સાથે વાહનમાં સવાર લોકોના ટેસ્ટિંગ કરીને નશો કર્યો છે કે નહીં તેની ખાતરી પણ કરવામાં આવી.

9,000 પોલીસકર્મી ખડે પગે : પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું કે, 6000 પોલીસકર્મીઓ અને 3000 જેટલા હોમગાર્ડ જવાન, એમ કુલ 9000 જેટલા વર્દીધારી હાલ અમદાવાદ શહેરમાં ચેકિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત મહિલા શી ટીમ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છા : જીએસ મલિકે વધુમાં જણાવ્યું કે, કોઈ લોકોએ દારૂ કન્ઝ્યુમ કર્યો હોય તેની તપાસ કરવા માટે પોલીસ પાસે 400 જેટલી કીટ છે. સાથે કોઈ શંકાસ્પદ ટ્રક એડીટ દેખાય તો તેની તપાસ માટે પણ પોલીસ પાસે કીટ છે, તે તમામનો પ્રયોગ કરીને હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. લોકો શાંતિપૂર્ણ એન્જોય કરે તેવી અપેક્ષા છે.

સિંધુ ભવન રોડ પર પકડાયો MD ડ્રગ : અમદાવાદ પોલીસે બાતમીના આધારે પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર ચેકિંગ દરમિયાન 24 વર્ષના જયદીપ પરમાર નામના વ્યક્તિ પાસેથી આઠ ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ પકડવામાં આવ્યો છે. આ બાબતે ખાતરી આપતા પોલીસ કમિશનરે કહ્યું કે, સિંધુભવન રોડ પર ઝોન 7 ની ટીમે સરાહનીય કામગીરી કરીને મેફેડ્રોન ડ્રગ પકડી પાડ્યો છે.

  1. નવા વર્ષને આવકારવા દીવમાં પ્રવાસીઓ ઉમટ્યા, હોટલો હાઉસફુલ, બીચ પર ભારે ભીડ
  2. સફેદ લાઈન પર ચાલીને બતાવો: પીધેલા નબીરાઓને પકડવા વડોદરા પોલીસનો કીમિયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.