સુરતની હોટેલોમાં ચાલતા કૂટણખાના પર પોલીસ રેડ, સંચાલકોને દબોચી યુવતિઓને મુક્ત કરાવી - Surat Hotel Prostitution - SURAT HOTEL PROSTITUTION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 5:19 PM IST

સુરત : શહેરના પાલ ગૌરવપથ પર સ્થિત હોટેલમાં ચાલતા કૂટણખાના પર પોલીસે રેડ કરી છે. મળતી માહિતી અનુસાર પાલ ગૌરવપથ રોડ પર શેવિઓન શોપિંગ સર્કલ પાસે શેવીઓન બિલ્ડીંગના ચોથા માળે હોટલ રોયલ પેરેડાઈઝ આવેલી છે. આ હોટલના સંચાલક અહીં લલના બોલાવીને દેહવેપાર કરાવતા હોવાની બાતમી પાલ પોલીસને મળી હતી. આ હોટલનો માલિક કુંજલ રવિન્દ્ર બિજવે તથા હર્ષ સંજય મોદી, હર્ષ રવિન્દ્ર બિજવે હોટલમાં રૂમ ઉપલબ્ધ કરાવતા હતા. દલાલ રોહિત શર્મા અને રાજ શર્મા લલના સપ્લાય કરતા હતા. આ લોકો ગ્રાહક દીઠ રૂ. 1500 લેતા હતા. પોલીસે માલિક કુંજલ, હર્ષ અને દલાલ રાજ અને રોહિતની અટક કરી ગુનો નોંધ્યો છે. સાથે જ યોગીચોકના શુભમ પ્લાઝામાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાં પોલીસે રેડ કરી સંચાલક પ્રવિણ નટુ પરમાર, ગ્રાહકો ધનરાજ દ્વારકા, મોહીત, શુભ સુંદર, ભરત શ્યામ, અજય સુરેશની ધરપકડ કરી 5 લલનાને મુક્ત કરાવી હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.