PM Modi In Dwarka: દ્વારકા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી પૂજા - બેટ દ્વારકા
🎬 Watch Now: Feature Video
Published : Feb 25, 2024, 8:29 AM IST
|Updated : Feb 25, 2024, 2:39 PM IST
દ્વારકા: ઓખા અને બેટ-દ્વારકા ટાપુને જોડતો સુદર્શન સેતુ તૈયાર થઈ ચૂક્યો છે. આ બ્રિજ બનતાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા જે અવરજવર થાય છે તેની બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે. આ બ્રિજથી બેટ-દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરીબોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે. તેમજ બેટ-દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી રહેશે. સ્થાનિકો આ બ્રિજને લઈને ખુશ છે. જે લોકો દ્વારકાધીશના દર્શન નહોતા કરી શકતા તે હવે સરળતાથી દર્શન કરી શકશે. ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે. ઓખાથી બેટદ્વારકાને જોડતો સિગ્નેચર બ્રીજ એન્જીનિયરીંગ અજાયબીથી ઓછો નથી.
Last Updated : Feb 25, 2024, 2:39 PM IST