અમરનાથમાં બાબા બર્ફાનીનાં દર્શન કરવો એક અનેરો લાહવો-રાજકોટના યાત્રાળુઓની અભિવ્યક્તિ - pilgrims of Rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ 29 જૂનથી અમરનાથ યાત્રાો શરુ થશે. જેની યાત્રાળુઓ દ્વારા અગાઉ નોંધણી કરવામાં આવી છે. આજે અમરનાથ યાત્રાના યાત્રાળુઓ રાજકોટ રેલવે સ્ટેશનથી રવાના થયા હતા. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં ભક્તો બાબા બરફાનીનાં દર્શને જવા રવાના થયા હતા. બર્ફાની બાબાનાં દર્શન કરવા એક અનેરો લાહવો છે. અમરનાથ યાત્રા દ્વારા ભગવાન શિવનાં આશીર્વાદ મેળવવા માટે રાજકોટથી મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. જેમાં રમેશ મૈયડ નામના અન્ય એક યાત્રાળુએ જણાવ્યું હતું કે, મહાદેવની કૃપાથી આજે જમ્મુતાવી એક્સપ્રેસમાં અમરનાથ યાત્રા કરવા નીકળ્યા છીએ. છેલ્લા 13 વર્ષથી હું યાત્રા કરવા જાઉં છું. ત્યાં અમરનાથ સાઈન બોર્ડ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. જેને લઈને યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી થતી નથી. સામાન્ય રીતે ત્યાં ખૂબ સારો માહોલ હોય છે. ક્યારેક વાતાવરણ બગડે છે, પરંતુ આર્મીનાં લોકો દ્વારા દરેક સંજોગોમાં ખૂબ સારી મદદ મળી રહે છે. જેના કારણે કોઈ મુશ્કેલી થતી નથી.તો અન્ય એક યાત્રાળુ જણાવ્યું હતું કે હું ચોથી વખત યાત્રામાં જવું છુ બાબા ના દર્શન કરીન ધન્યતા અનુભવું છું જીવનમાં એકવાર અમરનાથ યાત્રા જરૂર કરવી જોઈએ.