Patan News: પાટણમાં એક શામ શ્રી રામ નામક ભક્તિ સંગીત કાર્યક્રમ યોજાયો
🎬 Watch Now: Feature Video
પાટણઃ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તે સંદર્ભે આખા દેશમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં પાટણ ખાતે એક શામ શ્રી રામ કે નામ ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ ભક્તિ સંગીત કાર્યક્રમમાં ગાયકોએ શ્રોતાઓને રામનામમાં તરબોળ કર્યા હતા. પાટણના શહેરના બગવાડા દરવાજા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાયકોએ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના ભજનો ગીતો ગાઈ ને શ્રોતાઓને તરબોળ કર્યા હતા. પ્રસંગને યાદગાર બનાવવા સ્ટેજ પર ભગવાન શ્રી રામચંદ્રજી ના ૧૦ ફીટ ઊંચા ચિત્રનું પાટણ ના જાણીતા આર્ટિસ્ટ ભરત ચિતારા દ્વારા લાઈવ ચિત્રાંકન કરવામાં આવ્યું હતું. ભગવાન રામચંદ્રના ગીતોની રમઝટની સાથે જ રામ ભક્તોએ તાલ મીલાવીને પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. શ્રી રામચંદ્રના ભજન ગીત અને હનુમાન ચાલીસાની રમઝટ બોલાવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.