ફાયર સેફ્ટી નહિ ધરાવતી સુરતની, 150 શાળાઓને નોટિસ ફટકારાઇ - Notice to 150 schools of Surat - NOTICE TO 150 SCHOOLS OF SURAT
🎬 Watch Now: Feature Video
Published : Jun 21, 2024, 9:31 PM IST
સુરત: હાઈકોર્ટની ટકોર બાદ શિક્ષણ વિભાગ દ્વારા તાબડતોબ તમામ જિલ્લાની શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરવામાં આવી હતી. સુરતમાં તપાસ કરાયેલી 1300થી વધુ શાળાઓ પૈકી શહેરની 150થી વધુ શાળાઓમાં ખામી મળી આવતા નોટિસ પાઠવવામાં આવી છે. સુરત જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા 100થી વધુ ટીમો બનાવી શહેરની 1300થી વધુ શાળાઓમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં શાળાઓના મકાનમાં ફાયર NOC, સેલ્ફ ડિક્લેરેશન તેમજ બિલ્ડિંગોમાં ફાયર એક્ઝિએક્સટિંગ્વિશર સહિતના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વર્ગખંડોમાં ફાયર સેફ્ટની સાધનો છે કે નહી તે તમામ બાબતોની પણ ચકાસણી કરાઈ હતી. જેમાં 150 જેટલી સ્કુલોના મકાનોમાં ફાયર સેફ્ટીને લઈને મોટી ખામીઓ સામે આવી હતી. જેને લઈને આ શાળાઓને નોટિસ પાઠવવામાં આવી છે. તેમજ આ શાળાઓ પાસે ફાયર એનઓસી સહિતના આધાર પુરાવા કેમ નથી તે અંગે ખુલાસો કરવા જણાવ્યું છે.