વાંકાનેર હાઈવે પર બાઈક સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો, પોલીસે યુવક અને તેના પિતા વિરુદ્ધ કરી કાર્યવાહી - Morbi News - MORBI NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 20, 2024, 6:14 PM IST
મોરબીઃ વાંકાનેર નેશનલ હાઈવે પર બાઈકમાં જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. જોખમી સ્ટંટના વિડીયોને આધારે તપાસ કરી બાળ કિશોર અને તેના વાલી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. હાઈવે પર સુતા સુતા સગીરે બાઈક પર કર્યા હતા. સ્ટંટ વાંકાનેર તાલુકા પોલીસ મથકના હદ વિસ્તારમાં નેશનલ હાઇવે પર બાઈક સ્ટંટનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોને આધારે વાહન નંબરને પોકેટ કોપથી સર્ચ કરતા વાહન માલિક મનસુખભાઈ લાખાભાઈ ભાલીયા રહે ભલગામ તા. વાંકાનેર વાળાનં હોવાનું ખુલ્યું હતું. જેથી વાહન માલિકની પૂછપરછ કરતા બાઈક સ્ટંટ કરનાર તેનો દીકરો બાળ કિશોર હોવાનું ખુલ્યું હતું. જેથી વાંકાનેર તાલુકા પોલીસે વાહન માલિક બાળકના વાલી અને બાઈક સ્ટંટ કરનાર બાળ કિશોર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી બાઈક કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.