મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હંગામો, વાંકાનેરના ધારાસભ્યએ અધિકારીઓનો ઉધડો લીધો - Morbi District Panchayat - MORBI DISTRICT PANCHAYAT
🎬 Watch Now: Feature Video
Published : Jul 2, 2024, 5:10 PM IST
મોરબી : આજે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં વાંકાનેરના ધારાસભ્યએ અધિકારીઓનો ઉધડો લીધો અને નબળા રોડ રસ્તાના કામ અંગે તાકીદ કરવામાં આવી હતી. તો વિપક્ષે પણ આક્ષેપોનો મારો ચલાવ્યો હતો, જેથી સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી દલીલો જોવા મળી હતી.
આજે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયાએ બે, કારોબારી સમિતિના અધ્યક્ષે 20 અને વિરોધ પક્ષના નેતા ભુપત ગોધાણીએ 10 જેટલા પ્રશ્નો રજૂ કર્યા હતા. હીરાલાલ ટમારીયાએ 1980 પછી જ્યાં ગામોમાં ગામતળ નીમ નથી થયા ત્યાં કરવા જણાવતા, DDO એ જણાવ્યું કે, હાલ અમે તમામ પાસેથી આ અંગેની વિગતો મંગાવી રહ્યા છીએ અને એક મહિનામાં 21 દરખાસ્તો આવી છે. જ્યારે પ્રમુખ અને સરકારી કર્મચારીઓ માટેના નિવાસ સ્થાન માટે ઝડપથી કાર્યવાહી કરવી જરૂરી હોવાની રજૂઆત કરી હતી.
વિરોધ પક્ષના નેતાએ બાંધકામ શાખામાં કેટલી જગ્યા ખાલી છે તે અંગેના સવાલના જવાબમાં જિલ્લા પંચાયત અને પેટા વિભાગની કચેરીમાં કુલ 51 જગ્યામાંથી 25 જગ્યા ભરેલી અને 26 જગ્યા ખાલી હોવાનું જણાવ્યું હતું. જ્યારે પીએચસીમાં 76 ડોક્ટરોની જગ્યામાંથી 54 ભરેલી છે અને 22 ખાલી છે. ત્યારે બોન્ડેડ ડોકટર હાજર રહેતા નથી અને વારંવાર રજા પર ઉતરી જતા હોવાનું જણાવ્યું હતું. તો વાંકાનેરના ધારાસભ્યએ અધિકારીઓને રોડ રસ્તાના કામની ગુણવત્તા અને નિયમ અનુસાર કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.