Mahendra Singh dhoni: માહી બન્યા જામનગરના મહેમાન, પત્ની સાક્ષી સાથે ધોની આવ્યો અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં - સાક્ષી ધોની
🎬 Watch Now: Feature Video
Published : Mar 1, 2024, 4:01 PM IST
જામનગર: દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નને લઈને દેશ-વિદેશમાંથી અનેક વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનો જામનગર આવી રહ્યાં છે. ત્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આ પ્રસંગમાં સહભાગી બન્યા છે. મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી ધોની સાથે જામનગર આવી પહોંચતા તેનું ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ મુજબ આવકાર અને આતિથ્ય આપવામાં આવ્યું હતું. મહેન્દ્ર સિંહ ધોની અને પત્ની સાક્ષી સાથે મીડિયાને ઘણા બધા પોઝ પણ આપ્યાં હતાં. ગુજરાતમાં અને ખાસ કરીને જામનગર આવેલા ધોની પણ ખુબ ખુશખુશાલ મુદ્રામાં નજરે પડ્યાં હતાં. મહત્વપૂર્ણ છે કે, જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશિપમાં અનંત અને રાધિકાની પ્રિ વેડિંગ સેરેમની શરુ થઈ ગઈ છે. આજથી ત્રણ દિવસ સુધી ચાલનારા પ્રિ વેડિંગ સમારોહમાં બોલિવૂડ સ્ટાર્સ, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, ભારતીય ક્રિકેટરોનું જામનગરમાં આગમન થઈ ગયું છે. જામનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં સેલિબ્રિટીનું આગમન થયું હોવાથી જામનગરનાં એરપોર્ટને જામનગરની સુવિખ્યાત બાંધણીથી સુશોભિત કરવામાં આવ્યું છે.