માધવપુર ચોપાટી પર ફરવા આવેલ માતા-પુત્રી દરિયાની લહેરોમાં તણાઈ, માતાનો મૃતદેહ મળ્યો - mother and daughter drifted in sea - MOTHER AND DAUGHTER DRIFTED IN SEA
🎬 Watch Now: Feature Video
Published : Jul 9, 2024, 7:49 AM IST
પોરબંદર: જિલ્લાના માધવપુર ખાતે આવેલ ચોપાટીમાં જૂનાગઢ નજીકના ખામધ્રોલ ગામના માતા અને પુત્રી દરિયા કિનારે ફરવા આવ્યા હતા. ત્યારે ચોપાટી પર કોઈ કારણોસર દરિયાના વધુ મોજા ઉછળતા હોવાથી માતા અને પુત્રી મોજાની લપેટમાં આવી ગયા હતા અને આ બંને માતા-પુત્રી દરિયામાં તણાઈ ગયા હતા. આસપાસમાં રહેતા લોકોએ અને માછીમારોને માતાની લાશ દેખાતા તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં 33 વર્ષીય માતા સુનીતાબેન દિનેશભાઈ માવદીયાની લાશ બહાર કાઢી હતી. જ્યારે પોલીસ પુત્રીની શોધખોળ કરી રહી છે. તંત્ર દ્વારા અવારનવાર સૂચના આપવામાં આવે છે ચોમાસામાં તો દરિયામાં કરંટ પણ હોય છે અને દરિયા પાસે જવું હિતાવહ નથી છતાં ઘણા લોકો તેની અવગણના કરતા હોય છે.