એસ્ટ્ર્રોટોમિનો ઓપરેશન બાદ ચાલવાની મનાઈ હોવા છતાં જાગૃત મતદાતાએ કર્યુ મતદાન - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 10:20 PM IST
સુરતઃ લોકસભા ચૂંટણી 2024 માટે 3જા તબક્કાનું મતદાન આજે યોજાઈ ગયું. લોકોએ સવારથી જ લાઈનમાં ઊભા રહીને મત આપવાની શરૂઆત કરી હતી. ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ મત આપવા માટે વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયા હતા. અશક્ત, વૃદ્ધ, પ્રેગનન્ટ, દિવ્યાંગ મતદારોએ પણ મતદાન કરીને તેમની ફરજ નિભાવી હતી. જો કે નવસારી બેઠક પર એક એવા મતદાતાએ મતદાન કર્યુ જેમણે ડોક્ટરે ચાલવાની ના પાડી હોવા છતાં તેમણે મત આપીને લોકશાહીને મજબૂત કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. સુરત શહેરની દિનબંધુ સોસાયટીમાં રહેતા પિયુષ દેસાઈનું તાજેતરમાં એસ્ટ્ર્રોટોમિનો ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર્સે તેમને ચાલવાની મનાઈ ફરમાવી હતી. જો કે જાગૃત મતદાર એવા પિયુષ દેસાઈએ અન્ય મતદાતાઓ માટે પ્રેરણારુપ બન્યા અને મતદાન કરવા માટે મતદાન કેન્દ્રએ પહોંચ્યા હતા. પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે, મારું એસ્ટ્ર્રોટોમિનો ઓપરેશન ગયા મહિનાના 19 તારીખે થયેલું છે. મારું ઓપરેશન થયું છે તેમ છતાં હું મતદાન કરવા આવ્યો છું. લોકોને અપીલ કરીશ કે તેઓ પણ મતદાન કરવા માટે ઘરેથી નીકળે.