સણધરા ગામે ગ્રામજનો મતદાનથી અળગા રહ્યા, આ કારણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-05-2024/640-480-21411734-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : May 7, 2024, 8:07 PM IST
સુરત: માંગરોળ તાલુકાના સણધરા ગામે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. સવારના 7 વાગ્યા થી અત્યાર સુધીમાં એક પણ મત આપ્યો નહોતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગામમાં અનેક સમસ્યાઓને લઈ મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. કરોડો રૂપિયાની ઉદવહન સિંચાઈ યોજનાનું પાણી નથી પહોંચ્યું તેમજ ગામમાં બસ સ્ટેન્ડનો પણ અભાવ છે. 500થી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામમાં 300થી વધુ મતદારો જ્યાં સુધી ગામની સમસ્યાનું સમાધાન નહિં થાય ત્યાં સુધી મતદાન નહિં કરે તેવી ચિમમકી ઉચ્ચારી હતી. ચૂંટણી વિભાગ માંથી આવતા હાજર અધિકારી શૈલેશ પટેલએ જણાવ્યું હતું કે, સવારથી એક પણ સ્થાનિક મતદાર મતદાન કરવા આવ્યા નહોતા. પૂછવામાં આવ્યું હતું તો જાણવા મળ્યું હતું કે, સિંચાઈ સહિતના પડતર પ્રશ્નોને લઇને તેઓ કઈ નારાજ છે. સતત સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ તેઓ માન્યા ન્હોતા.