રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે - Ahmedabad Lok Sabha seat - AHMEDABAD LOK SABHA SEAT
🎬 Watch Now: Feature Video
Published : Apr 22, 2024, 11:01 PM IST
અમદાવાદ: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 અને અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક માટે 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી 5 ઉમેદવારોએ પોતાની ઉમદેવારી પરત ખેંચી, જ્યારે 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક પર એક પણ ફોર્મ પરત ખેંચાયું નથી. ગુજરાતમાં આગામી તારીખ 7 મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે અમદાવાદની બન્ને લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી 5 ઉમેદવારોએ પોતાની ઉમદેવારી પરત ખેંચતાં હવે 18 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે, જ્યારે અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક પરથી એક પણ ફોર્મ પરત ન ખેંચાતાં 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર રાજ્યમાં સૌથી વધુ 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.