ચરરર ચરરર મારૂં ચકડોળ ચાલે.... રાજકોટમાં હવે ચકડોળ સાથે લોકમેળો યોજાશે, ગુંચવાયેલું કોકડું ઉકેલાયું - Rajkot Lok Mela 2024 - RAJKOT LOK MELA 2024
🎬 Watch Now: Feature Video
Published : Aug 13, 2024, 2:14 PM IST
રાજકોટઃ રાજકોટના લોકમેળામાં વર્ષોથી રાઇડસ રાખનારા અઘરી SOP ના કારણે વિરોધમાં હતા. જેમાં NDT રિપોર્ટ, ફાઉન્ડેશન, ફિટનેસ સર્ટિફિકેટના અઘરા નિયમો અને તેમાં એક પ્લૉટ દીઠ થતો 1.50 લાખથી વધુનો ખર્ચ પોસાય તેમ ન હતો. અત્યાર સુધીમાં 3 વખત હરાજી બાદ પણ કોઈએ ભાગ લીધો ન હતો. જેથી ચકડોળ વિનાનો લોક મેળો યોજાવાની ભીતી હતી પરંતુ વહિવટી તંત્ર દ્વારા ખાનગી મેળાના આયોજકોને આમંત્રિત કરવામાં આવતા આજે એક ખાનગી મેળા સંચાલકે રૂ. 1.27 કરોડમાં એક સાથે 31 પ્લૉટ એટ્લે કે રાઇડસ ખરીદવા બોલી લગાવી હતી. જેથી તમામ મોટી રાઇડસ એક વ્યક્તિને આપવામાં આવેલી છે.
31 મોટી રાઈડ્સની અપસેટ પ્રાઈઝ હતી 1.18 કરોડ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 24 થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીમાં યોજાનારા લોકમેળામાં એક સાથે તમામ મોટી રાઇડસની ખરીદી કરતા વિરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે ગ્રીનલેન્ડ ચોકડી અને નાનામવા સર્કલ પાસે ખાનગી મેળાનું આયોજન કરીએ છીએ. જોકે આ વખતે રાજ્ય સરકારની કડક ગાઈડ લાઈનના કારણે કોઈએ હરાજીમાં ભાગ ન લેતા ખાનગી મેળા સંચાલકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેથી આજે અમે યાંત્રિક રાઈડસની હરાજીમાં ભાગ લીધો હતો.જેમાં 31 મોટી રાઇડસની અપસેટ પ્રાઈઝ રૂ. 1.18 કરોડ હતી. જોકે બોલી લગાવતા 1.27 કરોડમાં 31 પ્લૉટસ મળ્યા છે. આ વખતે પ્રથમ વખત રેસકોર્સ મેદાનમા લોકમેળામાં રાઇડસ રાખશું અને NDT રિપોર્ટ, ફાઉન્ડેશન અને ફિટનેસ સર્ટિફિકેટ સહિતના નિયમોનું પાલન કરશું. મેં બિલ્ડીંગ લાઈનમાં કામ કરેલું છે અને SOP તે મુજબની છે.