ઓલપાડના કુડસદ જીઆઇડીસીના મુખ્ય રસ્તા પર ઘૂંટણ સુઘી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન - Water filled Kudsad GIDC - WATER FILLED KUDSAD GIDC
🎬 Watch Now: Feature Video
Published : Jul 2, 2024, 3:18 PM IST
સુરત: જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદે તંત્ર દ્વારા પ્રિ મોન્સુન કામગીરીની મોટા ઉપાડે વાત કરતા તંત્રની પોલ ખોલી નાખી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતા હાલ કુડસડ જીઆઇડીસીના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે.અને ડ્રેનેજ લાઇન બ્લોક થતા ગટરો પણ ઉભરાઈ રહી છે. જેને લઇને લોકો ઘૂંટણ સમાં પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે.અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ નક્કર કામગીરી ન કરતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકો તંત્ર વિરૂદ્ધ રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઝડપથી તંત્ર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે એ હાલ જરૂર બન્યું છે લોકોએ વરસાદી પાણીના લીધે ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જલ્દી આ અંગે યોગ્ય પગલા લે તેવી માંગ કરી છે.