"મારા મત વિસ્તારમાં દારૂ બંધ કરો", કડી ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીએ કરી રજૂઆત - Kadi News - KADI NEWS
🎬 Watch Now: Feature Video
Published : May 21, 2024, 4:51 PM IST
મહેસાણા: કડીના ભાજપ ધારાસભ્ય કરસન સોલંકીએ નંદાસણ પોલીસ મથકે પહોંચી દારૂ બંધી કડક કરવા રજૂઆત કરી છે. કરસન સોલંકીએ પોલીસ મથકે જઈને રૂબરૂ રજૂઆત કરી હતી કે પોતાના વિસ્તારમાં દારૂ બંધી કડક કરો. કરસન સોલંકીએ જણાવ્યું હતું કે, મારા વિધાનસભા વિસ્તારમાં દારૂ બંધ કરો. કડી વિસ્તારમાં દારૂનું દૂષણ વધી રહ્યું છે. સીએમ અને એસપી સાહેબને પણ રજૂઆતો કરી છે. દારૂ નું દૂષણ બંધ કરાવવા મારો પ્રયત્ન છે. દારૂની ભઠ્ઠીઓ અને દારૂનું વેચાણ બંધ કરો. આવી રજૂઆતને પગલે સવાલ એ થાય છે કે, ખુદ ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીને દારૂ બંધીની રજૂઆત કરવા પોલીસ સ્ટેશન શા માટે જવું પડ્યું ? કડીના ભાજપ ધારાસભ્ય કરસન સોલંકીએ નંદાસણ પોલીસ મથકે પહોંચી દારૂ બંધી કડક કરવા રજૂઆત કરી છે. કરસન સોલંકીએ પોલીસ મથકે જઈને રૂબરૂ રજૂઆત કરી હતી કે પોતાના વિસ્તારમાં દારૂ બંધી કડક કરો. કરસન સોલંકીએ જણાવ્યું હતું કે, મારા વિધાનસભા વિસ્તારમાં દારૂ બંધ કરો. કડી વિસ્તારમાં દારૂનું દૂષણ વધી રહ્યું છે. સીએમ અને એસપી સાહેબને પણ રજૂઆતો કરી છે.