રાજકોટ અગ્નિકાંડ: જામનગરના આ યુવકે 15થી 20 લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા - jamnagar youth saved many people - JAMNAGAR YOUTH SAVED MANY PEOPLE
🎬 Watch Now: Feature Video
Published : Jun 2, 2024, 11:57 AM IST
જામનગર: રાજકોટમાં થયેલ ગોઝારા અગ્નિકાંડની દુર્ઘટનાને લઇને સમગ્ર રાજ્ય હચમચી ગયું છે. આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે. ત્યારે આ દુર્ઘટનામાં જામનગર નિવાસી ગાયત્રીનગર વુલન મિલ પાસે રહેતા મનીષ રમેશભાઈ ખીમસુરીયા રાજકોટ ટીઆરપીમાં નોકરી કરતા હતા. અને અગ્નિકાંડ સમયે તેમણે ત્યાં 15 થી 20 લોકોને મોતના મુખમાંથી બહાર કાઢ્યા છે. ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતો આ યુવાન અનેક લોકોના જીવ બચાવવા નિમિત્ત બન્યો છે. લોકોના જીવ બચાવ્યા બાદ પોતાનો જીવ બચાવવા અંતે બીજા માળેથી કૂદકો માર્યો હતો જેથી તેમના માથા, ગરદન અને હાથમાં ઇજાઓ પહોંચતા અઠવાડિયું રાજકોટ હોસ્પિટલ સારવાર કર્યા બાદ જામનગર પરત આવ્યા છે. આ દરમિયાન તેઓની મુલાકાત લેવા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, આગેવાન લાલજીભાઈ સોલંકી, જામનગરના મેયર વિનોદ ખીમસુરીયા સહિત નગરસેવકો હાજર હતા.