હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં વરસાદ વરસ્યો - Rain in Surat - RAIN IN SURAT
🎬 Watch Now: Feature Video
Published : Jun 14, 2024, 9:39 PM IST
સુરત: દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લીંબાયત, ઉધના, રાંદેર,સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નોકરી-ધંધા પર જતા લોકોએ પલળે નહીં તે માટે ઓવરબ્રિજનો સહારો લીધો હતો. જ્યારે કેટલાક લોકો બ્રિજ પર પલળતા પલળતા પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા.
સુરત ગ્રામ્યમાં પણ વરસાદ વરસ્યો: સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો સુરત જિલ્લાના કડોદરા, વરેલી, જોળવા, તાતિથૈયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસેલા વરસાદને લઈને આતુરતાથી વરસાદની રાહ જોતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા અને દિવસભર કાળા વાદળો રહ્યા હતા.