રાજકોટમાં મહિલાઓએ સ્વિમિંગ પુલમાં કર્યા યોગ, લોકો જોઈને રહી ગયા દંગ - international yoga day 2024 - INTERNATIONAL YOGA DAY 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 21, 2024, 11:05 AM IST
રાજકોટ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં જ્યારે પ્રથમ વખત સમગ્ર વિશ્વમાં સામે યોગ દિવસની ઉજવણી માટેનું માંગ મૂકી હતી. ત્યારથી યુ એન દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.ત્યારથી 10 વર્ષથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સહિત વિશ્વના દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં અનોખી રીતે યોગ કરવામાં આવે છે કાલાવડ ખાતે આવેલા સ્વિમિંગ પુલમાં મહિલાઓ અનોખી રીતે સ્વિમિંગ પૂલની અંદર યોગ કરે છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રુપે 50થી વધુ મહિલાઓએ આ યોગ અભ્યાસમાં ભાગ લીધો હતો અને પાણીમાં યોગના કરતબો દેખાડી સૌ કોઈને આકર્ષિત કર્યા હતા આ યોગ જોઈ લોકો અભિભૂત બની ગયા હતા. પાણીમાં યોગ કરવાથી શરીર માટે અનેક ફાયદાઓ પણ થાય છે.