નનસાડ ગામના પાટિયા પાસે વૃક્ષ ધરાશાઈ થતા રસ્તો બ્લોક, તંત્રએ કટરથી વૃક્ષ કાપી રસ્તો ખુલ્લો કર્યો - Road block due falling tree in rain
🎬 Watch Now: Feature Video
સુરત: જિલ્લામાં વરસાદની ઋતુ પુરજોરમાં ચાલી રહી છે. ગત મોડી સાંજે પણ ભારે પવનની ગતિ સાથે વરસાદ વરસ્યો હતો. ઉપરાંત આજ રોજ સવારથી પણ વરસાદ વરસી રહ્યો છે. જ્યારે છેલ્લા 15-16 કલાકથી જામેલા વરસાદી માહોલને લઇને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતના કામરેજ તાલુકાના કામરેજથી દિગસ તરફ જતા રસ્તા પર નનસાડ ગામના પાટિયા પાસે એક મોટું વૃક્ષ ધરાશાઈ થયું હતું. જેને લઇને રસ્તો બ્લોક થઈ જતાં વાહનોના પૈડાં થંભી ગયા હતા. સ્થાનિક દ્વારા કામરેજ તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા રમેશ શિંગાળાને રજૂઆત કરતા તેઓએ તરત તંત્રનું ધ્યાન દોર્યું હતું, તંત્રના માણસો સ્થળ પર દોડી આવ્યા હતા અને કટર મશીનની ધરાશાઈ વૃક્ષ કાપી રસ્તો ખુલ્લો કર્યો હતો.