લ્યો બોલો... સુરતમાં બે મહિના પહેલાં જ બનાવેલો રોડ વરસાદમાં ધસી ગયો.. - road sank into ground in rain - ROAD SANK INTO GROUND IN RAIN
🎬 Watch Now: Feature Video
Published : Jul 1, 2024, 2:26 PM IST
સુરત: જિલ્લાના પાલ ગૅલેક્સી સર્કલથી પ્રથમ સર્કલ રોડ પર માંડ 2 મહિના પહેલાં જ પાણીની લાઈન નાખ્યા પછી બનેલો રોડ વરસાદમાં બેસી ગયો છે. રોડ નિર્માણ સમયે યોગ્ય રીતે વોટરિંગ ન કરાતાં ભૂવો પડયો હોવાનું પ્રથમ ધોરણે તારણ રજૂ કરાયું છે. મેઇન રોડ પર તાકીદના ધોરણે ખાડા પુરાણની કામગીરી આટોપાઈ હતી. જો કે સ્થાનીકો કહી રહ્યા છે કે "રોડ બનાવમાં મહિનો પણ ન થયોને રોડ બેસી ગયો છે. સુરત મહાનગરપાલિકા કયા પ્રકારે કામગીરી કરી રહી છે તે ખ્યાલ નથી આવી રહ્યો. રોડ બનાવાના નામે માત્ર મોટા મોટા દાવાઓ થઈ રહ્યા છે." જો કે આવા રોડ માત્ર પાલ વિસ્તારમાં જ નહિ પરંતુ સંગરામપુરા, ઉધના, ઉમરા ગોડધોડ વિસ્તારમાં પણ જોવા મળે છે. આ સમગ્ર ઘટનાને લઈને સુરત મહાનગરપાલિકાના કમિશનર અધિકારીઓએ કોઈ ખુલાસો કર્યો નથી.