દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો દિવસ, બપોર બાદ જાહેર થશે શેરડીના ભાવ - sugarcane prices - SUGARCANE PRICES
🎬 Watch Now: Feature Video
Published : Apr 1, 2024, 2:34 PM IST
સુરત : દક્ષિણ ગુજરાતના મોટાભાગના ખેડૂતો શેરડી અને ડાંગરની ખેતી કરે છે. આ ખેતીમાં જે પણ આવક થાય એનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો દિવસ છે. કારણે બપોર બાદ સુગર મિલ સંચાલકો બેઠક યોજી આગામી વર્ષ માટે શેરડીના ભાવ જાહેર કરશે. બપોર બાદ કામરેજ, બારડોલી, સાયણ અને બારડોલી સહિતના વિસ્તારોમાં સુગર મિલની બેઠકો મળશે. શેરડીના ભાવ જાહેર થાય તેની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોને આશા છે કે આ વર્ષે સુગર મિલો શેરડીના વધુ ભાવ જાહેર કરશે.સુરત જિલ્લા ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે, સુગર મિલો શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરશે. આ મિલો સાથે ત્રણ લાખ ખેડૂતો અને 5 લાખ ખેત મજૂરો જોડાયેલ છે. વાતાવરણમાં અવારનવાર થયેલા બદલાવ અને શહેરીકરણને કારણે 8 લાખ ટન ઉત્પાદન ઓછું નોંધાયું છે.