એવું તો શું થયું? કે રાજકોટમાં હિન્દૂ સંગઠનોએ રાહુલ ગાંધીનો કર્યો વિરોધ - Protest against Rahul Gandhi - PROTEST AGAINST RAHUL GANDHI
🎬 Watch Now: Feature Video
Published : Jul 3, 2024, 1:13 PM IST
રાજકોટ: રાજકોટના ત્રિકોણબાગ ખાતે રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રસ્તા પર ઉભા રહીને રાહુલ ગાંધીના વિવધ પોસ્ટરો અને 'રાહુલ ગાંધી હાય હાય'ના પોસ્ટર સહિત વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ રાહુલ ગાંધી હાય હાય'ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ ધર્મ વિશે આપેલા નિવેદન અંતર્ગત વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધીના પોસ્ટરને સળગાવવામાં આવ્યા હતા. અને હિન્દુ સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ હિન્દુ સમાજ પ્રત્યે માફી માંગે. હિન્દુ સંગઠનોનું કહેવુ છે કે તેમને કોઈ પાર્ટી સામે વિરોધ નથી.