ઉંઝામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, અનેક જગ્યાએ પાણી ભરાયા - Heavy rains in Unja - HEAVY RAINS IN UNJA
🎬 Watch Now: Feature Video
Published : Jun 26, 2024, 10:11 AM IST
મહેસાણા: ઊંઝામાં ગઈકાલે ચોમાસાની સીઝનના પહેલા વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ઊંઝામાં સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. ઉનાળાના આકરા તાપમાંં ચોમાસાની રાહ જોતા લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. જોકે મેઘરાજાની પહેલી બેટિંગમાં જ ઊંઝામાં વેચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. સિઝનના પહેલા વરસાદે જ ઊંઝા તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. ઊંઝા શહેરમાં પ્રવેશ સમાં અંડર પાસમાં પાણી ભરાયાં હતાં. અંડર પાસમાં પાણી ભરાતા અંડર બંધ કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહાર તેમજ અવર જવર બંધ કરવામાં આવી હતી. ઊંઝાની બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રોડ પર ઘૂંટણસમા પાણી, વાહન ચાલકો અટવાયા હતા.