વરસાદ બન્યો ખેડૂતો માટે અભિશાપ !, ભારે વરસાદથી મગફળીના પાકને નુકસાન - damage to groundnut plantation
🎬 Watch Now: Feature Video
Published : Sep 27, 2024, 7:21 PM IST
ગીર સોમનાથ: પાછલા 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂત મુશ્કેલીમાં જોવા મળે છે. પાછલા કેટલાક વર્ષોથી ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં વરસાદ પડવાની શક્યતા અને સંભાવનાઓ હવામાન વિભાગ વ્યક્ત કરવામાં આવ્યું છે. કેટલાક વર્ષો દરમિયાન નવરાત્રિના સમયમાં પણ વરસાદ પડ્યો છે. પરંતુ ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં પડેલો વરસાદ ચોક્કસ વિસ્તારના ખેડૂતો માટે મુશ્કેલીનો વરસાદ બની રહ્યો છે. ચોમાસા દરમિયાન મગફળીનું આગોતરું વાવેતર કરીને નવરાત્રિના દિવસો દરમિયાન મગફળીનો પાક લેવાની અપેક્ષાએ ખેડૂતોએ વાવેતર કર્યું છે. તે ખેડૂતો માટે આ વરસાદ અભિશાપ બનીને આવ્યો છે. સોમનાથ જિલ્લાના મોટાભાગના તાલુકામાં પડી રહેલા વરસાદને કારણે આગોતરી મગફળીના વાવેતરને ખૂબ મોટું નુકસાન થયું છે.