ગુજરાતના 'ચેરાપુંજી'માં બારે મેઘ ખાંગા, બજારોમાં પાણી ભરાયા - rain in umarpada - RAIN IN UMARPADA
🎬 Watch Now: Feature Video
Published : Jun 25, 2024, 8:54 AM IST
સુરત: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટક્યા બાદ હાલ ફરી સક્રિય થયું છે. ગઈકાલે સોમવારે સુરત જિલ્લાના છેવાડા વિસ્તારમાં આવેલ અને મિની ચેરાપુંજી તરીકે ગણાતા ઉમરપાડા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઉમરપાડા તાલુકાના ચવડા, પિનપુર, જૂના ઉમરપાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે બજારમાં રસ્તાઓ પાણીથી રસ્તાઓ પલળી ગયા હતા અને આકાશી ખેતી કરતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો. આ સાથે નાના બાળકો અને મોટાઓએ આ વરસાદનો આનંદ ઉઠાવ્યો હતો. ધોધમાર વરસાદ પડવાથી ખાડાઓમાં પાણી ભરાઇ જવાથી પાણીના ખાબોચિયાં બની ગયા હતા જેથી રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.