Ahmedabad Blood donation : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અમદાવાદ પોલીસ આગળ આવી, રક્તદાન કેમ્પ દ્વારા 100થી વધુ બોટલ એકત્ર કરી
🎬 Watch Now: Feature Video
Published : Feb 10, 2024, 12:02 PM IST
|Updated : Feb 10, 2024, 1:12 PM IST
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ 2024 નું આયોજન કરાયું હતું. મુસ્કાન માટે રક્તદાન અભિયાન હેઠળ 100 થી વધુ લોહીની બોટલ એકત્ર કરવામાં આવી હતી. પોલીસની આ પ્રસંશનીય કામગીરીની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
મુસ્કાન માટે રક્તદાન : થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લોહીની જરૂરિયાત રહેતી હોય છે. આવા બાળકો માટે રક્તદાન કેમ્પ યોજી લોહી એકત્ર કરવામાં આવે છે. સમાજ અને પ્રજા માટે સેવા, સુરક્ષા અને શાંતિને વરેલા પોલીસ વિભાગે પણ આ દિશામાં કામગીરી કરીને માનવતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરના નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ 2024 માં 100 થી વધુ લોહીની બોટલ એકત્ર કરવામાં આવી હતી. જાહેર જનતાએ પણ આ કાર્યમાં ઉત્સાહભેર ભાગ લઈને પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.