Gujarat Board Exam : ધોરણ 10 નું વિજ્ઞાનનું પેપર પૂર્ણ, વિદ્યાર્થી શું બોલ્યા જુઓ... - Gujarat Board Exam
🎬 Watch Now: Feature Video
Published : Mar 18, 2024, 6:14 PM IST
ભાવનગર : ભાવનગર શહેરમાં 35,536 વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા છે. ગણિત બાદ અઘરો કહેવાતું વિજ્ઞાનનું પેપર પણ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે જુઓ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું પેપર કેવું લાગ્યું, અઘરું કે આસાન...
વિજ્ઞાનનું પેપર અઘરું કે આસાન : સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજે વિજ્ઞાનનું પેપર હતું. વિજ્ઞાન વિષયને લઈને વિદ્યાર્થીઓમાં વધારે હાવ જોવા મળતો હોય છે. ત્યારે વિજ્ઞાનનું પેપર પૂર્ણ થયા બાદ ETV BHARAT દ્વારા પરીક્ષા આપીને બહાર આવેલા વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. ભાવનગર બીએમ કોમર્સ શાળાના કેન્દ્રમાં પરીક્ષા આપીને બહાર આવેલા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પરીક્ષાર્થીઓને વિજ્ઞાનનું પેપર કેવું લાગ્યું જુઓ...