ઇફ્કોની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ થયેલ મતદાનને લઈને કામરેજ સુગર પ્રમુખ અશ્વિન પટેલે આપી પ્રતિક્રિયા - iffco election 2024 - IFFCO ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 15, 2024, 11:00 AM IST
સુરત: ઈફ્કોની ડિરેક્ટની ચૂંટણીને સૌરાષ્ટ્રનું રાજકરણ ભારે ગરમાઈ ગયું હતું. ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારી પાછળ શાનદાર જીત મેળવી હતી. જેમાં જ્યેશ રાદડિયાને 180 માંથી 114 મત મળ્યા છે. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા. ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. ભાજપ વિરૂદ્ધ જઈને જયેશ રાદડીયા ઉમેદવારી નોંધાવી મેળવેલ વિજયને લઇને સૌરાષ્ટ્રના રાજકારણમાં હાલ ભારે ગરમાવો આવી ગયો છે. અશ્વિન પટેલે નિવેદન આપ્યું કે આ ચૂંટણીમાં સંકલનનો અભાવ હોય એવું પ્રથમ દૃષ્ટિએ માનું છું. મેન્ડેટ પ્રથાથી સહકારી માળખાને ફાયદો થયો કે ન થયો પરંતુ ભાજપને ફાયદો થયો છે. મારો તારો છોડીને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને પાર્ટીને વરેલા આગેવાનને મેનડેટ આપવો જોઈએ. જ્યારે એની જગ્યાએ કોઈની કારકિર્દી પતાવવા માટે મેન્ડેટ અપાતા હોય ત્યારે સંસ્થા અને પાર્ટીને નુકસાન થાય છે.