ધોરાજીમાં ચક્ષુદાન અને સ્કીન ડોનેશનનો પ્રેરણાદાયી કિસ્સો, 65 વર્ષીય રામજીભાઈના પરિજનોએ લીધો નિર્ણય - Rajkot organ donation
🎬 Watch Now: Feature Video
Published : Jun 18, 2024, 6:28 PM IST
|Updated : Jun 18, 2024, 10:29 PM IST
રાજકોટ : ધોરાજી શહેરમાં રહેતા 65 વર્ષીય રામજીભાઈ નરસિંહભાઈ બાબરીયાનું અવસાન થતાં તેમના પરિવારે એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. અન્ય લોકોને નવજીવન મળે તેવા નેક ઉદેશ્યથી મૃતક રામજીભાઈ બાબરીયાના અવસાન બાદ ચક્ષુદાન અને સ્કિન ડોનેશન કરવામાં આવ્યું છે. ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયાએ જણાવ્યું કે, આ મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં મંડળને અત્યાર સુધીમાં 272 જેટલા ચક્ષુદાન મળ્યા છે. સાથે જ ચાર જેટલા સ્કીન ડોનેશન પણ મળ્યા છે. અન્ય લોકોને નવજીવન મળે તેવા નેક આશયથી આ સુંદર કામગીરી કરવામાં આવી છે. મૃતકના અવસાન બાદ ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સ્કીન ડોનેશન અને ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. આ તકે મૃતકના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ક્રીન ડોનેશન ઇન્ડિયન રેડ ક્રોસ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું.