Election commination Press: લોકસભા ચૂંટણી 2024ની તારીખોનું એલાન, ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ LIVE - Election commination Press
🎬 Watch Now: Feature Video
Published : Mar 16, 2024, 3:00 PM IST
|Updated : Mar 16, 2024, 4:41 PM IST
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ને લઈને ભારતનું મુખ્ય ચૂંટણી પંચ દ્વારા તારીખોનું એલાન કરી રહ્યાં છે. જેને લઈને ચૂંટણી પંચે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ છે. ચૂંટણી પંચે ગઈકાલે જણાવ્યું હતું કે, શનિવારે બપોરે 3 વાગે ચૂંટણી કાર્યક્રમને લઈને પ્રેસ કોન્ફરન્સ થશે, જેમાં લોકસભા અને 6 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આચારસંહિતા લાગુ થશે. મહત્વપૂર્ણ છે કે, લોકસભાની ચૂંટણી પૂર્વે જ બે નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક કરાઈ છે. જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધૂ નવા ચૂંટણી કમિશનરે કાર્યભાર સંભાળી લીધો છે. નોંધનીય છે કે, લોકસભા 2019ની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ યોજાયું હતું. કુલ 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું 23 મેના રોજ પરિણામ આવ્યું હતું. લોકસભા ચૂંટણી 2024ને લઈને ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. ગુજરાતમાં ભાજપે 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે INDIA ગઠબંધન હેઠળ કોંગ્રેસે 7 અને આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવારોની નામની જાહેરાત કરી છે.sion:
Last Updated : Mar 16, 2024, 4:41 PM IST