મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરતા મહાનુભાવો - Chief Minister Bhupendra Patel - CHIEF MINISTER BHUPENDRA PATEL
🎬 Watch Now: Feature Video
Published : Jul 23, 2024, 6:14 PM IST
જામનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે દ્વારકા જિલ્લામાં અતિ વૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. તેમનું જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, અગ્રણી રમેશભાઇ મુંગરા, કલેક્ટર બી.કે.પંડ્યા, કમિશ્નર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, મહામંત્રીઓ, અગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન દ્વારકા જિલ્લામાં અતિ વૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. મુખ્યપ્રધાન સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.