મુંબઈ: પાયલ કપાડિયાની 'All We Imagine As Light' એ હવે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમ મચાવી છે. ફિલ્મને ઘણા બધા ફિલ્મ ફેસ્ટીવલમાં વખાણવામાં આવી આ સાથે તેણે ઘણા એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા. સૌથી મોટી સિદ્ધિ એ છે કે, તેને ઓસ્કરમાં એન્ટ્રી મળી, ત્યારે જ પાયલ કપાડીયાના નામે એક બીજી સિદ્ધિ. રાજામૌલી પછી પાયલ બીજી ડિરેક્ટર છે જેના નામે આ સિદ્ધિ છે.
પાયલની ફિલ્મે જીત્યો આ એવોર્ડ
Payal Kapadia accepts the “Best International Feature” award for All We Imagine As Light, tonight at the New York Film Critics Circle awards. pic.twitter.com/xvU2zw8YoG
— Sucharita (@Su4ita) January 9, 2025
'RRR' ડિરેક્ટર એસએસ રાજામૌલી પછી, ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાએ ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ એવોર્ડમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર જીત્યું છે. આ ઇવેન્ટની ડિરેક્ટરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પાયલે આ એવોર્ડ તેની ફિલ્મ All We Imagine As Light માટે જીત્યો છે.
વિજેતા યાદી
- શ્રેષ્ઠ ફિલ્મઃ ધ બ્રુટાલિસ્ટ
- શ્રેષ્ઠ દિગ્દર્શક: રેમેલ રોસ (નિકલ બોયઝ)
- શ્રેષ્ઠ અભિનેત્રી: મરિયાને જીન-બેપ્ટિસ્ટ (હાર્ડ ટ્રુથ્સ માટે)
- શ્રેષ્ઠ અભિનેતા: એડ્રિયન બ્રોડી (ધ બ્રુટાલિસ્ટ માટે)
- શ્રેષ્ઠ સહાયક અભિનેતા: કિરન કલ્કિન ( અ રિયલ પેઇન માટે)
- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: કેરોલ કેન (બિટવીન ધ ટેમ્પલ માટે)
- શ્રેષ્ઠ પટકથા: એનોરા (સીન બેકર માટે)
- શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ: ફ્લો
- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: જોમો ફ્રે (નિકલ બોયઝ માટે)
- બેસ્ટ ફર્સ્ટ ફિલ્મઃ જેનેટ પ્લેનેટ
- શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય: ઓલ વી ઇમેજિન એઝ લાઇટ
- શ્રેષ્ઠ નોન-ફિક્શન ફિલ્મ: નો અધર
પાયલની ફિલ્મ સહિત આ 7 ફિલ્મોને ઓસ્કારમાં એન્ટ્રી મળી છે
- કંગુવા (તમિલ)
- આદુજીવિથમ: ધ ગોટ લાઇફ (હિન્દી)
- સંતોષ (હિન્દી)
- સ્વાતંત્ર્ય વીર સાવરકર (હિન્દી)
- All We Imagine As Light (મલયાલમ-હિન્દી)
- ગર્લ્સ વીલ બી ગર્લ્સ (હિન્દી-અંગ્રેજી)
પાયલ કાપડિયાને ડાયરેક્ટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા એવોર્ડ્સ માટે પણ નોમિનેટ કરવામાં આવી છે. FTII સ્નાતક, પાયલે પોતાની ફિચર ફિલ્મની શરુઆત 'All We Imagine As Light' સાથે શરૂઆત કરી, જેને વિશ્વભરમાં ઓળખ મળી અને 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીત્યો.
'All We Imagine As Light' ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહ્યું છે. ગોલ્ડન ગ્લોબ માટે નોમિનેટ થયેલી આ ફિલ્મ એક નર્સની આસપાસ ફરે છે. દિવ્યા પ્રભા, કની કુસરુતિ, હૃદુ હારૂન, છાયા કદમ અને ટિંટુમોલ જોસેફના જોરદાર અભિનયથી શણગારેલી આ ફિલ્મ તેની રસપ્રદ વાર્તાથી પ્રેક્ષકોને ભાવુક બનાવે છે.
આ પણ વાંચો: