Mahashivratri 2024: સુરતમાં 2351 કિલોના પારદ શિવલિંગના દર્શન કરવા માટે શિવ ભક્તોની ભીડ, 1000 લીટર ઠંડાઈની વ્યવસ્થા
🎬 Watch Now: Feature Video
Published : Mar 8, 2024, 12:21 PM IST
સુરત: મહાશિવરાત્રી પર્વ પર શિવ ભક્તોની લાંબી કતાર પાલ વિસ્તાર ખાતે આવેલા પારાના શિવલિંગની પૂજા કરવા માટે જોવા મળી હતી. આ મંદિરમાં કિલો પારાનું ભવ્ય શિવલિંગ છે. આ મંદિર પારદેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. વિશ્વભરમાં ક્યાંક પણ આ પ્રકારના શિવલિંગ જોવા નહીં મળે. કહેવાય છે કે તમામ પ્રકારના ધાતુઓમાંથી સર્વશ્રેષ્ઠ પારો હોય છે અને આ શિવલિંગ આખું પારાથી તૈયાર થયું છે કહેવાય છે કે અતિ દુર્લભ શિવલિંગ છે. જેના દર્શન માટે દેશ-વિદેશથી ભક્તો આવે છે અને અતૂટ આસ્થા ધરાવે છે. મહાશિવરાત્રી પર્વ પર અહીં 1000 લીટર ઠંડાઈની પણ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે.
મંદિરના મહારાજ બટુકગીરીએ જણાવ્યું હતું કે, અટલ આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 2351 કિલો પારાથી તૈયાર આ શિવલિંગની અનોખી મહિમા છે. સાચા હ્રદયથી પ્રાર્થના કરવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે.