Ayodhaya Ram Mandir: અયોધ્યામાં ઉમટી શ્રદ્ધાળુઓની ભીડ, મંદિર બહાર સુરક્ષાકર્મીઓને કરાયા તૈનાત - રામ મંદિર અયોધ્યા
🎬 Watch Now: Feature Video
Published : Jan 23, 2024, 10:30 AM IST
|Updated : Jan 23, 2024, 11:00 AM IST
અયોધ્યા: 22 જાન્યુઆરીએ રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. અયોધ્યા સહિત દેશ અને વિદેશમાંથી અનેક મહાનુભાવો અને ભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાં હતાં. જોકે, જે લોકો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન આવી શક્યા હતાં તેવા ભક્તોનો પ્રવાહ આજથી અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા માટે ઉમટી રહ્યો છે. આજે 23 જાન્યુઆરીએ રામ લલ્લાના દર્શન કરવા માટે વહેલી સવારથી ભાવિકોની ભીડ ઉમટી રહી છે. લોકોની ભારે ભીડ જોતા શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર દ્વારા ખાસ સુરક્ષકર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. ભાવિકોને કોઈપણ અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાવમાં આવી છે, બીજી તરફ રામ મંદિર સહિત હનુમાનગઢી અને અન્ય ધાર્મિક સ્થળોના પણ ભક્તો દર્શન કરી રહ્યાં છે.