બુથ કેપ્ચરિંગ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા બગડ્યા, ચૂંટણી પંચ પર કર્યા ગંભીર આક્ષેપ - Dahod booth capturing - DAHOD BOOTH CAPTURING
🎬 Watch Now: Feature Video
Published : May 8, 2024, 4:20 PM IST
અમદાવાદ : દાહોદમાં બુથ કેપ્ચરિંગ વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપ નેતાનો પુત્ર બુથ કેપ્ચરિંગ કરતો દેખાય છે. આ સમગ્ર ઘટનાનું તેણે ખુદ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. મનીષ દોશીએ જણાવ્યું કે, અનેક જગ્યા પર મતદારોને અટકાવવામાં આવ્યા હતા. દાહોદમાં પોલીસ વિભાગની સામે ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કરીને ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું. મતદારોને લાઈનમાં રાખી પોતે ભાજપને મત આપ્યો હતો. પોલિંગ ઓફિસરે પણ કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસ તંત્ર પણ દર્શક તરીકે ઊભું રહ્યું છે. ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. અમે ચૂંટણી પંચમાં આ અંગે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચમાં બેઠેલા અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ પોતે ભાજપ માટે કામ કર્યું છે, તો તેમને ભાજપમાં જોડાઈ જવું જોઈએ.