"આ બજેટ લોકો માટે નહીં, પણ સરકાર બચાવો બજેટ છે" કેન્દ્રીય બજેટ રજૂ થતાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર સાધ્યું નિશાન... - Congress MLA Amit Chavda

🎬 Watch Now: Feature Video

thumbnail

ગાંધીનગર: આજે એટલે કે 23 જુલાઇ, 2024 ના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2024-25નું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણની શરૂઆતમાં સ્પષ્ટ કર્યું હતું કે આ વર્ષના બજેટનું ફોકસ સંપૂર્ણપણે મધ્યમ વર્ગ, રોજગાર અને MSME ક્ષેત્ર પર રહેશે. આ અંગે વિપક્ષના નેતાઓની પ્રતિક્રિયા હાલ સામે આવી રહી છે. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય દળ નેતા અમિત ચાવડાએ આ બજેટ અંગે વાત અને ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે" આ બજેટ લોકો માટે નહીં, દેશ માટે નહીં, પણ સરકાર બચાવો બજેટ કહી શકાય. કેન્દ્ર સરકારનું આ બજેટ બિહાર અને આંધ્રપ્રદેશ માટે હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બિહારના નીતીશ નાયડુ અને આંધપ્રદેશન ચંદ્ર બાબુ નાયડુનો ખોફ બજેટમાં દેખાય રહ્યો છે. આ બજેટ દેશના લોકોની ચિંતા કરતાં વધુ પોતાની ખુરશીની ચિંતા કરતું હોય તેવું પણ દેખાય છે. ગુજરાતનાં વડાપ્રધાન હોય ત્યારે ગુજરાતનાં લોકોને આ બજેટથી ઘણી આશાઓ હતી, પરતું ગુજરાતનાં લોકો માટે કોઈ સ્પેશિયલ પેકેજ કે જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતીની આશા ઠગારી છે. 

મોદી સરકાર પર આક્ષેપો: વધુમાં તેમણે જણાવ્યું કે, " મોદી સાહેબ જ્યારે ગુજરતના CM હતા, ત્યારે નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવા માટે પત્રો લખતા હતા. આજે તેમને વધપ્રધાન બને 10 વર્ષ થઈ ગયા છે પરંતુ નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના કરવા માટેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી." આ ઉપરાંત અમિત ચાવડાએ રોજગાર, મિલકત, ખેતીને ક્ષેત્રોને લઈ આ બજેટ અને મોદી સરકાર પર આક્ષેપ લગાવ્યા હતા. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.